વૈષ્ણોદેવી ઉત્તરભારતના સૌથી પૂજનીય અને પવિત્ર સ્થળોમાંનું એક છે. પર્વતોમાં હોવાને કારણે પોતાની ભવ્યતા અને સુંદરતાની સાથે પ્રસિદ્ધ છે મંદિર 5200 ફૂટ ઊંચાઈ પર આવેલ છે.આ તિરુવંતિપુરમ પછી બીજા નંબરમાં સૌથી વધુ જોવામાં આવતું મંદિર છે.
જાણો વૈષ્ણોદેવી મંદિર ઉપરની દંત કથા
જ્યારે સતીજી પોતાના પિતા રાજા દાસના હવન કુંડમાં છલાંગ લગાવવાથી મૃત્યુ પ્રાપ્ત થયા. ત્યારે ભગવાન શિવજી તેમના હાડપિંજર ને મોહવશ સતીજી સમજીને દસ હજાર વર્ષ સુધી ખભા પર લટકાવીને પાગલોની જેમ ફરતા રહ્યા.ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીજીના કંકાલને છિન્ન ભિન્ન કરી દીધું. જ્યાં ધડ પડ્યું ત્યાં તેને જમીનમાં દાટી દીધું. આ ધાર્મિક ઘટનાની યાદ બની રહે તે માટે તેના ઉપર પ્રાણરૂપે મંદિર બનાવી દેવામાં આવ્યું.

આ મંદિરની દેખરેખ શ્રી માતા વૈષ્ણોદેવી તીર્થ મંડળ દ્વારા કરવામાં આવે છે. તેથી યાત્રાને સુવિધાપૂર્ણ બનાવવા માટે ઉદ્ધમપુરથી કટ્ટર સુધી રેલ સંપર્ક બનાવવામાં આવ્યો છે.
જેટલું મહત્વ અહીંના વૈષ્ણોદેવી મંદિરનું છે તેટલું જ મહત્વ માતાની ગુફાનુ છે . માતાના દર્શન માટે ભક્તોને આ ગુફામાંથી પસાર થવું પડે છે.કહેવામાં આવે છે કે માતાની આ ગુફા અદભૂત રહસ્યોથી ભરેલ છે.
ભગવાન વિષ્ણુના અંશમાંથી ઉત્પન્ન માં વૈષ્ણો નું બીજું નામ દેવી ત્રીગુય પણ છે .જેનું માતાનું નિવાસ ત્રીગટા પણ કહેવામાં આવે છે

બધા શ્રદ્ધાળુઓ પ્રાચીન ગુફાથી જ માતાના દર્શનની ઇચ્છા રાખે છે. એવી માન્યતા છે કે આ પ્રાચીન ગુફાની સામે ભૈરવ નું શરીર હાજર છે. માતાએ અહીજ ભૈરવને ત્રિશૂળ થી વધ કર્યું હતું.તેનું શીશ ઉડીને ભૈરવઘાટીમાં પડ્યું જ્યારે શરીર અહી જ રહી ગયું. વધ કરતી વખતે શીશ ઉડીને 3km દૂર જે સ્થળે પડ્યું હતું.તેને આજે ભૈરવનાથ મંદિરના નામે જાણવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેને તેના મુત્યુ પછી પચ્યતાપ થયો.માતા પાસે ક્ષમાદાનની યાચના કરી.માતાએ વરદાન આપતા કહ્યું. મારા દર્શન ત્યાં સુધી પૂર્ણ માનવામાં નહીં આવે જ્યાં સુધી કોઈ ભક્ત મારા પછી ભૈરવના દર્શન નઈ કરે.
પ્રાચીન ગુફાનું મહત્વ એટલે પણ છે કેમ કે અહી પવિત્ર ગંગા જળ વહે છે. શ્રદ્ધાળુ આ જળમાં પવિત્ર થઈ માતાના દરબારમાં પહોંચે છે.