ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા ધો. 10-12 ની મે 2021માં લેવાનારી બોડૅ પરીક્ષાની ફીનું માણખુ જાહેર કરવામાં આવ્યુ છે. જોકે કોરોનાને લીધે આ વષૅ કોઈ પણ પ્રકારની ફીમાં વધારો કરવામાં આવ્યો નથી.
દર વષૅ પાંચ ટકા જેટલો ફી વધારો થાય છે પણ કોરોનાને લીધે કોઈ પણ પ્રકારની ફીમાં વધારો નહીં
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા દર વર્ષે ધો. 10, ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્ય પ્રવાહના નિયમિત , ખાનગી અને રિપિટર સહિતના વિધાથી ઓની ફીમાં પાંચ ટકા જેટલો વધારો કરવામાં આવે છે. પરંતુ કોરોનાને લઈને વાલીઓની આથિૅક સ્થિતિને ધ્યાનમાં રાખતા બોડૅ ધ્વારા કોઈ પણ પ્રકારની ફીમાં વધારો કરવામાં આવ્યો નથી. ગત વર્ષ ધો. 12 સાયન્સની નિયમિત વિધાથીૅઓની પરીક્ષા ફી 605 , સામાન્ય પ્રવાહની નિયમિત વિધાથીૅઓની પરીક્ષા ફી 490 અને ધો. 10ની નિયમિત વિધાથીૅઓની પરિક્ષા ફી 355 રૂપિયા હતી. જે આ વર્ષે પણ યથાવત રહી છે.
ધો.10ની નિયમિત રિપિટર અને ખાનગી રિપિટરની એક વિષયની 130 રૂપિયા ફી છે જયારે ધો. 12 સાયન્સ માં નિયમિત રિપિટરની એક વિષયની 180 રૂપિયા અને સામાન્ય પ્રવાહમાં નિયમિત રિપિટર અને ખાનગી રિપિટર એક વિષયની ફી 140 રૂપિયા છે. 12 સાયન્સમાં પ્રાયોગિક વિષયની વિષયદીઠ ફી 10 રૂપિયા રહેશે. ધો. 10 અને ધો. 12 ની બોડૅ પરિક્ષાની ફીમાં દિવ્યાંગ વિધાથીૅઓ તથા વિધાથીૅનીઓને મુક્તિ આપવામાં આવેલી છે.