ઉત્તર ગુજરાતમાં આજે હવામાનની આગાહી મુજબ સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો.
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં સૌથી વધારે 2 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો .જ્યાં જોઈએ ત્યાં બસ પાણીજ પાણી જોવા મળ્યું. ખેતરમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા.
ધરોઈ ડેમની સપાટીમાં પાણીનો વધારો જોવા મળ્યો.
ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડવાથી ધરોઈ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો. 10 દિવસ પહેલા ધરોઈ ડેમ ખાલી હતો. ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ થવાથી ધરોઈ ડેમમાં પાણીની આવક ઓછી થઈ હતી તેથી ડેમ ખાલી હતો. ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના ખેડૂતોને પાણીનો પુરવઠો પૂરું પાડે છે. પાણી ઓછુ હોવાથી ખેડૂતોમાં ચિંતા હતી. પણ આજે ધોધમાર વરસાદ પડવાથી ધરોઈ ડેમ ની સપાટી માં વધારો જોવા મળ્યો

ધરોઈ ડેમની સપાટી 604.44 ફૂટ પહોંચી
ઉત્તર ગુજરાતમાં નીચે મુજબ વરસાદ વરસ્યો.
સતલાસણામાં 5 ઇંચ , વડાલી 3 ઇંચ,ખેડબ્રહ્મા 2.8 ઇંચ ,ઇડર 2.7 ઇંચ , વિસનગર 2 ઇંચ ,વડનગર 1.4 ઇંચ વરસાદ નોંધાયો.