ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ એક લાખથી પણ વધારે નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 લાખ 44 હજાર 829 કેસ નોંધાયા છે. ગયા વર્ષે વાયરસનું સંક્રમણ શરૂ થયા પછીથી અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા આ દર્દીની સંખ્યા સૌથી વધુ છે. સામાન્ય રીતે કોરોનામાં પહેલાં શરદી-ખાંસી અને તાવનાં લક્ષણો જોવા મળતાં હતાં, પરંતુ હવે કોરોનાનો સ્ટ્રેન પણ બદલાયો છે અને તેની સાથે એનાં લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.
કોરોનાના નવા સ્ટ્રેનનાં 5 લક્ષણો કયા છે તે જાણો
હાર્ટ બીટ

જો તમે થોડા દિવસથી હૃદયના ધબકારાની અસામાન્ય ગતિ અનુભવતા હોવ તો એ વાતને સહેજ પણ નજરઅંદાજ ના કરતા. મેયો ક્લિનિકના એક રિપોર્ટ પ્રમાણે, નવા સ્ટ્રેનની ઝપટમાં આવ્યા પછી હૃદયના ધબકારા ખૂબ વધી જાય છે. JAMAમાં પ્રકાશિત એક રિપોર્ટમાં રિકવર થઈ ચૂકેલા 78% લોકોએ કાર્ડિયાક સાથે જોડેલી સમસ્યાની વાત કરી હતી. જ્યારે 60% લોકોએ મેયોકાર્ડિયેલ ઈન્ફેક્શનની ફરિયાદ ગણાવી છે.
પેટ સાથે જોડાયેલી સમસ્યા

નવા સ્ટ્રેન સાથે જોડાયેલા રિસર્ચમાં ગેસ્ટ્રોઈન્ટસ્ટાઈનલ સાથે જોડાયેલી ફરિયાદની વાત પણ કરી છે. પહેલાંનાં લક્ષણો પ્રમાણે, દર્દીને અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં ફરિયાદ થતી હતી. હવે દર્દીને પેટ સાથે જોડાયેલી તકલીફો પણ સામે આવી રહી છે. નવા સ્ટ્રેનમાં લોકોને ડાયરિયા, ઊલટી, પેટમાં દુખાવો અને પાચનક્રિયામાં મુશ્કેલીની ફરિયાદો જોવા મળી રહી છે.
આંખો લાલ થવી

ચીનમાં તાજેતરમાં થયેલા એક સ્ટડી પ્રમાણે, નવા સ્ટ્રેનને ફોકસ કરતાં અમુક ખાસ લક્ષણોની ઓળખ થઈ છે. ઈન્ફેક્શનના નવા વેરિયન્ટમાં માણસની આંખો સામાન્ય લાલ અથવા ગુલાબી થાય છે. આંખોમાં લાલાશ આવવાની સાથે આંખોની આસપાસ સોજો ચડવો અને પાણી નીકળવાની ફરિયાદ પણ થઈ શકે છે.
આંગળીઓમાં સોજો આવવો

ગયા વર્ષે માર્ચમાં ઈટાલીના અમુક ડર્મોલોજિસ્ટે કોવિડ-19 પોઝિટિવ દર્દીઓના પગની આંગળીઓમાં સોજો આવવાની વાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે કોરોના પોઝિટિવ થયા પછી તેમના સ્કીન કલરમાં સામાન્ય ફેરફાર જોવા મળે છે. અમુક લોકોના સ્કીનમાં બ્લુ અથવા જાંબલી કલરના ધબ્બા જોવા પણ મળે છે.
કાનમાં દુખાવો થવો

ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોવિડ-19ના નવા સ્ટ્રેનથી કાન સાથે જોડાયેલી તકલીફ પણ થઈ શકે છે. આ રિસર્ચમાં અંદાજે 56% લોકોમાં આ તકલીફ જોવા મળી છે. જો તમને પણ આવાં કોઈ લક્ષણનો અનુભવ થાય તો એ કોરોનાના નવા સ્ટ્રેનનો હોઈ શકે છે.
અહીંયા પણ ક્લિક કરો
શરીરમાં જોવા મળતા આ 7 લક્ષણો લોહીના જામી જવાના સંકેત છે, શું તમને આવી સમસ્યા નથી?
શું તમે જાણો છો ? દૂધીનો રસ ફક્ત વજન ઘટાડવાની સાથે સાથે શરીરની ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે