કોરોના કાળમાં શિક્ષકોને પણ કોરોના વોરિયર્સ તરીકે વિવિધ પ્રકારની ફરજ સોંપવામાં આવી છે.
જેમાં સુરતમાં શિક્ષકો શિફ્ટ મુજબ કામ કરીનેમૃતદેહોની નોંધણી કરશે.
જવાબદારી સોંપવામાં વટાવી હદ.
સુરતમાં કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યાર સુધીમાં કોરોના ની તમામ કામગીરી સોંપવામાં આવી છે પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો એ પણ પૂરી કરવામાં આવી છે. અંતિમ ક્રિયા માટે આવતા મૃતદેહોને નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને આપવામાં કચવાટની લાગણી જોવા મળી રહી છે આઠ આઠ કલાકની ત્રણ સીફ્ટ માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન નામ કર્મચારીઓ સાથે શિક્ષકોએ પણ ફરજ બજાવવાની રહેશે. સ્મશાનગૃહમાં આવેલા મૃતદેહોને અંતિમ ક્રિયામાં નોંધણીમાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે શિક્ષકોને જવાબદારી આપવામાં આવી છે.
આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવવા આપી હતી જવાબદારી.
કોરોના કારમાં 1 વર્ષ પહેલાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા આરોગ્ય સેતુ નો ઉપયોગ કરીને શંકાસ્પદ વિસ્તારમાં સર્વે કરી જે દર્દીમાં કોરોના ના ચિન્હો દેખાતા હોય તેવા દર્દીના સેમ્પલ લેવાની કામગીરી સોંપાઈ હતી. આરોગ્ય સેતુ એપ ના બહોળા પ્રચાર માટે કોર્પોરેશન સંચાલિત તમામ શાળાના મુખ્ય શિક્ષક અને તમામ શિક્ષકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની કામગીરી સોપવામાં આવી હતી એના માટે શિક્ષકોને ઈન્સેન્ટિવ આપવામાં આવે છે.
પ્રતિદિન ૨૦ એપ ડાઉનલોડ કરાવવા માટે પ્રત્યેક એપ માટે પહેલી વારમાં સો રૂપિયા અને ત્યારબાદ દસ રૂપિયા ઈન્સેન્ટીવ આપવામાં આવ્યું હતું આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રીતસર નો પરિપત્ર કરવામાં આવ્યો હતો અને શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી હતી આ અંગે સ્કૂલબોર્ડના શાસન અધિકારી લગધીર દેસાઈએ જણાવ્યું હતું કે કોરોના ના સમયમાં શિક્ષકો પણ કોરોના વોરિયર્સ છે અને તેમની આ કામગીરી કરવી જોઈએ એવું માનવામાં આવે છે.
ચાણક્યે કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ મે પલતે હૈ.
શિક્ષકોને ભણાવવા ઉપરાંત બીજી સરકારી કામગીરીમાં જોતરી દેવામાં આવી રહ્યા છે અગાઉ ગામમાં સંડાશ ગણવા જાહેરમાં કોઇ કુદરતી હાજતે જતું વાડીએ જવું હોય તો તેની પાસે જઈ થાળી વગાડવી ખેતરો માં તીડ પડે તો એને ઉડાડવા સરકારી જાહેર કાર્યક્રમોમાં લોકોને પાણી પાવા વિવિધ પ્રસંગોમાં અને બગાડ અટકાવવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાથી માંડીને જળસંચય યોજના હેઠળ