Home गुजरात समाचार સત્ય ઘટનાઓનો વાતો તમે આ સત્યઘટના વાંચશો તમારી આંખોમાંથી આંસુ આવી જશે , ગામડિયો પતી...

તમે આ સત્યઘટના વાંચશો તમારી આંખોમાંથી આંસુ આવી જશે , ગામડિયો પતી અને શહેરી પત્ની.

અમદાવાદની એક આઇટી કંપનીમાં એક યુવાનની જોબ લાગી. યુવાન મુર તો એક ગામડા નો રહેવાસી હતો. પણ અમદાવાદમાં નોકરી મળતા પોતાની મા સાથે અમદાવાદમાં જ શિફ્ટ થઈ ગયો. યુવાન અને તેની મા બંને સ્વભાવના એટલા શાંત અને સરળ હતા. કે કોઈને નડતર ના બને જીવનની ગાડી થોડી પાટે ચડી કે તરત જ અમદાવાદમાં છોકરાએ એક છોકરી સાથે લગ્ન કરી લીધા. પણ છોકરી કોઈ બીજાના પ્રેમમાં હતી. છોકરી ને એની મરજી વિરુદ્ધ એના મમ્મી પપ્પા એ પરણાવી હતી. બંનેના લગ્નની પહેલી રાતે છોકરો છોકરી માટે થોડો નાસ્તો અને દૂધ લઈ રૂમમાં જાય છે. છોકરીએ છોકરાને પૂછ્યું શું એક છોકરીને એની મરજી વિરુદ્ધ એનો પતિ સ્પર્શ કરે તો એને રેપ કહેવાય કે એનો હક કહેવાય.

છોકરાએ જવાબ આપ્યો તું બહુ ચિંતા ના કરીશ.જો તને અનકમ્ફર્ટેબલ લાગે તો આપણે એવું કઇ જ નહીં કરીએ બસ આ થોડો નાસ્તો લાવ્યો છું એ કરી લેજે અને હા થોડું દૂધ પી લેજે ગુડ નાઈટ આટલું કહીને છોકરો રૂમની બહાર નીકળી જાય છે. છોકરી ને ગુસ્સો આવે છે કારણકે એને તો ઝઘડો કરવો હતો. જેથી આ ગામડીયા છોકરાથી પીછો છોડાવી શકે. બીજા દિવસથી એને વધારે પ્રયત્નો ચાલુ કરી દીધા. ઘરનું બધું કામ છોકરાની મા કરતી અને છોકરી આખો દિવસ ફોન પર ચેટ કરતી. છોકરાની મા પણ કોઈ જ ફરિયાદ કર્યા વગર ઘરનું બધું જ કામ કર્યા કરતી. અને સાથે છોકરીને સ્મિતથી બોલાવતી અને જમવા નું પીરસતી. માના આ સંસ્કાર છોકરા માં પણ આવ્યા હતા. બંને મા દીકરો આ શહેરી વહુનું બને એટલું ધ્યાન રાખતા. આજ રીતે લગભગ એક મહિનો વીતી ગયો. છોકરો બહાર સોફા પર જ ઊંઘ તો અને એની પત્ની રૂમમાં. પણ રાત્રે સુતા પહેલા છોકરાને એક ડાયરી લખવાની આદત હતી.

છોકરી પાસે એક સ્કુટી હતી. પતિના ઓફિસ ગયા બાદ એ રોજ સ્કુટી લઈને નીકળી જતી અને પતિના આવ્યા પહેલા ઘરે આવી જતી. એક દિવસ છોકરાને ઓફિસે રજા હતી. એટલે ઘરે જ રોકાયો હતો પણ છોકરી જમવાનું ખરાબ છે એમ એવું કહીને બહાર નીકળવું હતું. એને જમવાનું ફેંકી દીધું અને એની સાસુ ને ગાળો આપવા લાગી. છોકરાથી આ જોવાયું નહીં એટલે એને છોકરી પર હાથ ઉપાડ્યો. છોકરો પોતાની માનુ અપમાન સહન કરી ના શક્યો અને છોકરી ને તો બસ આટલું જ જોઇતું હતું. એ પગ પછાડી ઘરની બહાર નીકળી ગઈ. છોકરી રોજની જેમ પોતાના પ્રેમી પાસે ગઈ અને કહ્યું હવે તો બહુ થઈ ગયું હવે હું એ ઘરમાં વધારે નહિ રહી શકું. પ્રેમીએ કહ્યું અરે હું તો તને રોજ કહું છું ચાલ ભાગી જઇએ. ક્યાં સુધી સહન કરીશ આ બધું. છોકરીએ કહ્યું હું તો લગ્ન પહેલાં જ કહેતી હતી. કે ચલ ભાગી જઈએ પણ તું માનવા તૈયાર નહોતો. છોકરાએ કહ્યું ખાલી હાથે ભાગી ને ક્યાં જઈશું? શું કરીશું તુ થોડા પૈસા અને ઘરેણાં લઈને આવી હોત તો જરૂર ભાગી જાત.

પણ તું તો ખાલી હાથે આવેલી છોકરીએ કહ્યું આપણા બંને વિશે મારા ઘરે ખબર પડી ગયેલી અને ત્યારથી એમને મને કડક સુચના આપીને તારી સાથે સંબંધ તોડી નાખવા કહેલું. એમને મારું atm પાસબુક ઘરે ના બધું જ રાખી દીધેલું. અને હું આવું તો પણ શું લઈને આવું. પણ આપણે મહેનત કરીને પણ કમાઈ શકતા હતા સાથે જીવી શકતા હતા. છોકરાએ કહ્યું જોઈએ રીતે ખાલી હાથે ભાગી જઈએ ને તો પ્રેમનું ભૂત એક જ દિવસમાં ઉતરી જાય. થોડું પ્રેક્ટીકલી વિચાર જો ભાગ હોય તો પૈસા સાથે લઈને આવ. હું મારા અંગત સ્વાર્થ માટે નથી કહેતો આપણે એ પૈસાથી નવો બિઝનેસ કરીશું. સાથે રહીશું છોકરીએ કહ્યું. એટલા પૈસા તો મારી પાસે ક્યાંથી આવાના. પેલા ગામડિયા ને મારા પપ્પાએ પાંચ લાખ રૂપિયા અને એક ગાડી દહેજ માં આપી છે. બસ થોડા ઘરેણા છે એ હું લઈને આવી જઈશ.

છોકરો છોકરીની વાત સાથે સહેમત થઇ ગયો અને એને પોતાનું એડ્રેસ આપ્યું. અને પછી ત્યાંથી નીકળી ગયો. છોકરી ફરી પાછી આવી અને ઘરે આવીને પાછો ઝઘડો કર્યો. અને પોતાના પતિને કહી દીધું કે મેં બહાર જમી લીધું છે. મારે જમવું નથી અને પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરીશ. એ દરવાજો બંધ કરી ને અંદર જતી રહે છે અને બીજી તરફ એના પ્રેમીનો એના પર મેસેજ આવે છે. કે ક્યારે આવી રહી છે છોકરી કહે છે મને તો અહીં શ્વાસ લેવો પણ નથી ગમતો. પણ આ લોકો સુઇ જાય એટલી જ વાર છે. એ દરમિયાન એનો પતિ બહાર દરવાજો ખટખટાવે છે. અને બૂમ પાડીને કહે છે મને પોતાની ડાયરી આપી દેજે. મારે એમાં થોડું નોંધ કરવી છે. પછી હું તને હેરાન નહીં કરું છોકરી એની વાત ધ્યાનમાં લીધા વગર જોર જોરથી મ્યુઝિક વગાડે છે. બહાર એનો પતિ થોડીવાર દરવાજે રાહ જોઈને પછી સુવા ચાલ્યો જાય છે.

આ તરફ છોકરી ઉત્સુકતા સાથે કબાટમાંથી પેલી ડાયરી કાઢે અને કબાટમાં જોવે છે તો કબાટમાં એની પાસબુક ઘરેણા પડેલા હોય છે. આ પહેલા એને ક્યારેય પણ corbett ખોલવાની પણ દરકાર નહોતી કરી. પણ આજે ડાયરી લેવા ગઈ તો એને એનું બધો જ સામાન મળી ગયું. છોકરી તો ખુશ થઈ ગઈ એને પાસબુક માં જોયું તો એના પપ્પાએ એના જમાઇને આપેલા પાંચ લાખ રૂપિયા એના ખાતામાં જમા થઈ ગયા હતા. છોકરી હેરાન થઈને ડાયરી ખોલે છે. ડાયરીમાં વાંચે છે તારા પપ્પાએ મારી એકની એક માને રક્તદાન કરીને એનો જીવ બચાવ્યો હતો. મારા માટે મારી મા થી વધારે આ દુનિયામાં કઈ જ નથી.

મારી મા નો જીવ બચાવનાર એવા તારા પિતાને મે પ્રણામ કરીને કહ્યું હતું તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. થોડા સમય બાદ તારા પપ્પા મારા ઘરે આવ્યા અને તારા અને તારા પ્રેમની વિશેની બધી જ વાત અમને કરી દીધી. અને એમને મને વિનંતી કરીને કહ્યું કે પ્લીઝ તમે મારી દીકરી જોડે લગ્ન કરી લો. એમણે મને કહ્યું કે તું એ છોકરાને બહુ જ પ્રેમ કરે છે. પણ તારા પપ્પા તને એનાથી પણ વધારે પ્રેમ કરે છે. તારી ખુશી જ ઈચ્છે છે એટલા માટે જ તો એમને એ છોકરાની તપાસ પણ કરાવેલી. તું એમના માટે પ્રિન્સસ જેવી છે. પણ તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે એ છોકરાના ઓલરેડી મેરેજ થઈ ગયા છે અને આવી ઘણી બધી છોકરીઓને દગો આપી ગયો છે. પણ જો આ વાત એ તને કરોત ને તો તું કદી એ માનવા તૈયાર ના હોત. પ્રેમમાં આંધળા લોકો પોતાના અને પારકા વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. એ પોતાના ને પારકા અને પારકા ને પોતાના સમજવા લાગે છે.

એ તને હંમેશ માટે ગુમાવી દેવા નહોતા માગતા એટલે એમને મને વિનંતી કરી અને તારી સાથે લગ્ન કરી લેવા કહ્યું. એમને મને કહ્યું કે ધીરે-ધીરે સમયની સાથે મારી દીકરી બધું ભૂલી જશે. અને તમારા ઘરમાં સેટ થઈ જશે. અને મને તમારાથી સારો જમાય ક્યાં મળવાનો અને આ સાંભળીને મને તારા પિતા માટે માન થઈ આવ્યું. આવા પિતા ભાગ્યે જ કોઈને મળે મને લાગ્યું કે હું સારો પતિ બની શકું કે ના બની શકું પણ એક સારો જમાઈ જરૂર બનીશ. તારા પપ્પાએ દહેજમાં આપેલ તમામ રકમ મેં તારા અકાઉન્ટમાં જમા કરાવી દીધી છે. તારા પપ્પાએ આપેલ કાર પણ તારા પપ્પાના ઘરે જ રાખી છે. જ્યારે તું મને પતિ તરીકે સ્વીકારી લઈશ ને ત્યારે એ જ કારમાં આપણે ડ્રાઈવ પર જઇશું. હું તારા પર જબરજસ્તી નથી કરવા માગતો તુ આઝાદ છે. જ્યારે જવું હોય ત્યારે જય શકે છે અને જ્યાં જવું હોય ત્યાં જઇ સકે છે. સંબંધ બંને તરફથી સરખો હોવો જોઈએ આજ કબાટમાં છૂટાછેડાના પેપર પણ રાખેલ છે જો તું મને છૂટાછેડા આપવા માંગતી હોય તોપણ તું તારો તમામ સામાન લઈને જઈ શકે છે.

આ વાંચીને છોકરી ની આંખમાં આંસુ આવી ગયા એ જેને ગામડિયો સમજતી હતી. તે માણસ એને ખૂબ પ્રેમ કરતો હતો. ડાયરીના પાના ઉઠલાવ્યા તો તેને જાણવા મળ્યું કે તારી પર હાથ ઉપાડયા બાદ હું પોતાને જ માફ કરી શકતો નથી. પણ તે મારી માને અપશબ્દો કહ્યા તેનું અપમાન કર્યું. જે દીકરો એનિ મા નું અપમાન સહન કરી લે એ દીકરો કેવો. મારા માટે મારી મા એ ઘણું કર્યું છે અને એની મમતા નું અહેસાન ચૂકવવું એ મારી માટે શક્ય નથી. હું તને પ્રેમ કરું છું પણ મારી માને પણ કરું છું અને મારી મા નુ અપમાન જોઈ શકાય નહીં. મને તારી ઉપર હાથ ઉપડી ગયો. બની શકે તો મને માફ કરી દેજે હું તારી સાથે ખુશીથી જિંદગી વીતાવા માંગું છું. હું તારી મરજી વિરુદ્ધ નહીં.

જો તને મારી સાથે પ્રેમ થાય તો જીવનભર ખુશ રાખીશ અને ના થાય તો તારી ખુશી ને દુઆ માગીશ. એક તરફ છોકરીની આંખમાંથી આંસુ પડતા હતા તો બીજી તરફ છોકરીનો ફોન વાગતો હતો. ઇફોને એના પ્રેમી નો હતો. છોકરીએ એ પળમાં જ સીમ કાર્ડ કાઢી નાખ્યું અને તોડીને ફેંકી દીધુ અને ફરી પોતાનો બધો સામાન ગોઠવી ને મોડી રાત્રે સૂઈ ગઈ. સવારે ઉઠી તો ખરા અર્થમાં એ આ ઘરની વહુ બની ચૂકી હતી. એનો ગામડિયો પતી ઓફીસ જવા નીકળી ગયો હતો છોકરી નાઈ ધોઈને સાડી પહેરી ગળામાં મંગળસૂત્ર પહેરયુ અને દૂરથી દેખાય એવું માથામાં સિંદૂર લગાવ્યું. એના ચહેરા પર અનોખી ખુશી છલકાતી હતી અને ઘરે એને એનું પોતાનું લાગતું હતું. એ સજી-ધજીને તૈયાર થઈ ગઈ અને રસોડામાં જઈને સાસુમા ને પણ તૈયાર થવા વિનંતી કરી. પોતે થોડો નાસ્તો બનાવી અને સરસ મજાનો હલવો બનાવી ને ટિફિનમાં પેક કરીને સાસુમા ને કહ્યું ચાલો મારી સાથે સાસુમા ના આશ્ચર્ય વચ્ચે સાસુમા ની સ્કૂટી પર લઈને નીકળી પડી. અને બંને એના પતિના ઓફિસે જાય છે. પોતાની પત્નીને આ માં આવેલી જોઇને એનો પતિ હેરાન થઈ જાય છે. તે પૂછવા જાય છે કે બધું બરાબર તો છે ને. તો એની પત્ની પેઢીને જવાબ આપે છે હા બધું જ બરાબર છે. આઇલવયુ આ સાંભળીને એનો પતિ ખુશ થઈ જાય છે. ઓફિસના લોકો આ દ્રશ્ય જોઈને નવાઈ પામે છે. પત્ની બધાને જોઈને કહે છે હું એમની ધર્મ પત્ની છું. થોડા સમય માટે વનવાસ ગઈતી. આજે સવારે જ પાછી આવી છું. હવે એક મહિના સુધી તમને મારો પતિ જોવા નહીં મળે ઓફિસ વાળા પૂછે છે કેમ એવું શું થયું ? પત્ની જવાબ આપે છે અમે લોકો લાંબા હનીમૂન પર જઈ રહ્યા છીએ એટલા માટે. પતિએ કહ્યું પાગલ થઈ ગઈ છે કે શું પત્નીએ કહ્યું હા તમારા પ્રેમ અને સાદગી પાછળ. બંને એકબીજાને ફરી ભેટી પડ્યા અને ઓફિસના લોકો તાળીઓ પાડવા લાગ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Indian Navy Day 2021: Wishes Image , Quotes , Message Send Your family

Happy Indian Navy Day 2021 Send these wishes quotes and messages to your family and friends to celebrate.

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Recent Comments

close