Home ગુજરાતી સમાચાર યાસ વાવાઝોડાએ ઝારખંડ અને બિહારમાં તબાહી મચાવી. ૮ લાખ લોકો અસરગ્રસ્ત.

યાસ વાવાઝોડાએ ઝારખંડ અને બિહારમાં તબાહી મચાવી. ૮ લાખ લોકો અસરગ્રસ્ત.

ચક્રવાતી વાવાઝોડાએ બે દિવસમાં ઉડીસા અને બંગાળમાં વિનાશ વેર્યો પછી ઝારખંડ બિહારમાં તબાહી મચાવી છે બિહાર અને ઝારખંડમાં ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ઝારખંડમાં ૮ લાખ લોકો પ્રભાવિત થયા છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે હવામાન ખાતાએ બિહાર ઝારખંડ અને યુપી સહિત કેટલાક રાજ્યોમાં એલર્ટ જાહેર કરેલ છે. બોકારો માં વીજળી પડવાથી એકનું મોત થયું છે. ૧૫૦૦૦ લોકોને બચાવવામાં આવ્યા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું નબળું પડયું છે તેમ છતાં 48 કલાક સુધી તેની અસર જોવા મળશે.

વાવાઝોડાને કારણે પૂર તેમજ દરિયામાં મોજા ઉછળવા થી પૂર્વમાં દરિયાકાંઠાના વિસ્તારો તેમજ બાંગ્લાદેશના ગામના હજારો લોકો પાણીમાં ફસાયા છે. તેમનો અન્ય લોકોથી સંપર્ક કપાઈ ગયો છે. બીજી તરફ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક દ્વારા વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.

રાહત અને બચાવ કાર્ય ઝડપી કરવા વડાપ્રધાનના આદેશ.

પીએમ મોદી શુક્રવારે રાહથી પ્રભાવિત odisha અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે તેઓ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કરશે. મોદી પહેલા ઓડિશા ની રાજધાની ભુવનેશ્વર જશે ત્યાં તેઓ રીવ્યુ મીટીંગ કરશે. આ પછી તેઓ બાલાસોર ભદ્રક અને પૂર્વ મેદિનીપુર માં હવાઈ સર્વં કરશે. આ પછી તેઓ બંગાળમાં કોલકાતા રીવ્યુ મીટીંગ અને અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે કરશે. પીએમ મોદીએ ગુરુવારે રીવ્યુ બેઠક યોજી હતી અને વાવાઝોડા અસરગ્રસ્ત તમામ રાજ્યોમાં જનજીવન સામાન્ય બનાવવા તાકીદે પગલાં લેવા સૂચના આપી હતી.

ઝારખંડમાં મૂસળધાર વરસાદ : રાંચીમાં પૂર જેવી સ્થિતિ 200 મકાનોમાં અંધારપટ વધુ બે દિવસ વરસાદ પડશે.

વાવાઝોડાના પગલે સમગ્ર ઝારખંડમાં પવન ફૂંકાઇ રહ્યો છે. રાંચીમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાય છે. રાંચીના રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. જનજીવન ખોરવાઈ ગયું છે. વાવાઝોડું બુધવાર રાત્રે કલાકના 75 કિ.મી.ની ઝડપે ઝારખંડમાં પ્રવેશ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની આઠ ટુકડી ગોઠવવામાં આવી છે. ઝારખંડમાં કાચા મકાનો પડી ગયા છે. કેટલાક મકાનોમાં પાણી ઘુસી ગયા છે. રસ્તાઓને નુકસાન થયું છે અન્ય સ્થળે ઝાડ પડી જતા લોકોને અવર જવરમાં તકલીફ પડી રહી છે. ઝારખંડના 21 જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ પડી રહ્યો છે. જમશેદપુર અને ધનબાદમાં ઝડપી પવન ફૂંકાઇ રહ્યો છે. વીજળીના થાંભલા પડી જતાં 200 ગામમાં અંધારપટ છવાઇ ગયો છે. ૨૮મી મે સુધી આખા રાજ્યમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Indian Navy Day 2021: Wishes Image , Quotes , Message Send Your family

Happy Indian Navy Day 2021 Send these wishes quotes and messages to your family and friends to celebrate.

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Recent Comments

close