Home Trending news हेल्थ टिप्स શરદી : વારંવાર થતી શરદી ને જળમૂળથી મટાડવા શું કરવું. અપનાવો આ...

શરદી : વારંવાર થતી શરદી ને જળમૂળથી મટાડવા શું કરવું. અપનાવો આ ટિપ્સ.

શ્વસનતંત્રને લગતા રોગોમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા માટે આવતી વિકૃતિનું નામ છે શરદી અથવા તો પ્રતિશાય માનવજાત નેે ત્રાસ આપતા રોગોમાં તેનું સ્થાન આગળ પડતું છે. રોગ છે તો સાવ સામાન્ય પણ દર્દીને તે હેરાન પરેશાન અને આકુળવ્યાકુળ બનાવી દે છે.

આ વિકૃતિ ઉત્પન્ન થવાના વિભિન્ન કારણોમાં ભેજ, પ્રદૂષણ, આહારની વિષમતા, અધિક પરિશ્રમ, ઉજાગરો, ટેન્શન, પાણીથી, વરસાદથી પલળવું, ઠંડી હવામાં સૂવું, મધ, તમાકુની ટેવ તથા મળમૂત્ર, bhookh, તૃષા, નિંદ્રા, ખાંસી, છીંક બગાસુ જેવા શરીરના સ્વાભાવિક વેગોને રોકવાથી પણ આ વિકૃતિ ઉત્પન્ન થાય છે, ઠંડી ચીજો ને વધારે પડતો ઉપયોગ પણ આ વિકૃતિ વધારે છે.

આ વિકૃતિ ના પૂર્વ લક્ષણોમાં મળાવરોધ, બેચેની, શિર:પૂર, અંગ પીડા, આળસ અને થોડો તાવ પણ આવે છે. ત્યાર પછી નાકમાં સળવળાટ પાણી દદડવા લાગે છે અને છિંકોનુ પ્રમાણ વધી જાય છે. આ સાથે ઘણા દર્દીઓને ઉધરસ, કાનમાં ધાક પડવી અને થોડું શ્વાસરોધ પણ થાય છે.

આમ તો આ રોગને સામાન્ય ગણવામાં આવે છે. પરંતુ ઉગ્રાવસ્થામાંઅને વારંવાર થતો હોય તો અનેક ઉપદ્રવો પણ ઉત્પન્ન કરે છે. એટલા માટે આ રોગમાં તરત જ ઉપચાર ક્રમ હિતાવહ છે.

વરસાદના ભેજ કે પલળવાથી શરદી થાય તો શું કરવું.

જો વરસાદના ભેજથી કે પલળવાથી શરદી થઇ હોય તો સૂંઠ, લવિંગ, તુલસી, કાળા મરી અને દાલચીની નાખીને બનાવેલી ચા દિવસમાં ત્રણ વાર પીવાથી મટી જાય છે, સૂઠ, મરી અને પીપર આ ત્રણેય ઔષધો ભાગે લઈ ચૂર્ણ બનાવી બાટલી ભરી રાખવી. પછી અડધી ચમચી જેટલું આ ચૂર્ણ બેથી ત્રણ ચમચી મધ સાથે સવારે અને રાત્રે લેવાથી શરદી મટી જાય છે.

શરદી વખતે જો માથું ખુબ જ દુખતું હોય તો જાયફળની થોડું પાણી માં ઘસી મધ સાથે લેવામાં આવે તો તરત જ આરામ થાય છે.

નાક માંથી પાણી નીકળતું હોય તો શું કરવું.

કપૂર ની પોટલી અથવા નીલગીરી નું તેલ નો પોતું અથવા ક્રોધી ચૂર્ણ ની પોટલી સુંઘવાથી નાકમાં દદરતુ પડતું પાણી બંધ થાય છે. ઔષધોમાં લવંગાદિવટી બે બે ટેબલેટ દિવસમાં સવારે બપોરે અને રાત્રે એમ ત્રણ વાર લેવી. સિતોપલાદી ચૂર્ણ અડધી ચમચી અને તાલીસાદી ચૂણૅ અડધી ચમચીબે ચમચી મધ સાથે મિશ્ર કરી સવારે અને રાત્રે લેવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Indian Navy Day 2021: Wishes Image , Quotes , Message Send Your family

Happy Indian Navy Day 2021 Send these wishes quotes and messages to your family and friends to celebrate.

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Recent Comments

close