Home ગુજરાતી સમાચાર IND vs NZ: T20 વર્લ્ડકપ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતનો ધબડકો , 7...

IND vs NZ: T20 વર્લ્ડકપ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતનો ધબડકો , 7 વેકેટ ગુમાવી ભારતે માત્ર 110 રન બનાવ્યા

IND vs NZ: T20 વર્લ્ડકપ ન્યુલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો.ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતનો ધબડકો, છક્કા મારવાનાં પ્રયાસમાં ગુમાવી સાત વિકેટો.

ન્યુઝીલેન્ડ ટોસ જીત્યું 

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારતની આ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની બીજી મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. 

ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. ઇશાન કિશનને આજે સૂર્યકુમાર યાદવના સ્થાને રમવા મળ્યું હતું. તો સામે બોલિંગમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો હતો. શાર્દૂલ ઠાકુરને ભુવનેશ્વર કુમારનાં સ્થાને ટીમમાં લેવામાં આવ્યો હતો. 

ભારતને જલ્દી ગુમાવી વિકેટો

ભારતની પ્રથમ વિકેટ ઇશાન કિશનનાં સ્વરૂપમાં મેચની ત્રીજી જ ઓવરમાં પડી હતી. ચાર રનના વ્યક્તિગત સ્કોર પર લેફટી બેટ્સમેન ઇશાન કિશન માત્ર ચાર રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. ઇશાન કિશનને આજે સૂર્યકુમાર યાદવની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું હતું. પરંતુ ટીમના 11 રનના સ્કોર પર કિશને વિકેટ ગુમાવી હતી. ઇશાન કિશન તેને મળેલ ચન્સનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો. તે ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટનાં હાથે માત્ર ચાર રનના વ્યક્તિગત સ્કોર પર મિશેલનાં હાથમાં કેચ આપી બેઠો હતો અને આઉટ થયો હતો. 

સામે લોકેશ રાહુલ પણ ઇનિંગની છઠ્ઠી ઓવરમાં સાઉધીની બોલિંગમાં મિશેલને કેચ આપી બેઠો હતો. રાહુલ 18 રનના સ્કોર પર આઉટ થયો હતો. 

વિરાટે પણ એ જ ભૂલ કરી 

અગાઉ ત્રણ બેટ્સમેનો કેચ આઉટ થયા હતા. આ ત્રણેય બેટ્સમેનો છક્કો મારવાના પ્રયાસમાં બોલને ગ્રાઉન્ડની બહાર મોકલી શક્ય નહોતા અને આઉટ થઈ ગયા હતા. કેપ્ટન વિરાટ કોહલી પર જવાબદારીભરી બેટિંગની અપેક્ષા હતી પણ કોહલીએ પણ એ જ ભૂલ કરી હતી અને ભારતને ચોથો ઝટકો પડ્યો હતો. કોહલી 9 રન બનાવીને આઉટ થયો હતો. બર્થ ડે બોય ઇશ સોઢી વિરાટ અને રોહિત બંનેની વિકેટ લેવામાં સફળ થયો હતો. 

મેચની ઓગણીસમી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટની બોલિંગ દરમિયાન હાર્દિક પંડયા અને શાર્દૂલ ઠાકુર પણ કેચ આઉટ થયા હતા. સૌથી વધુ સ્કોર કરનાર કબેટ્સમેન હાર્દિક પંડયા 23 રનના સ્કોરે આઉટ થયો હતો. આ વિકેટ બાદ ટીમનો સ્કોર 94 રન પર છ વિકેટ થઈ ગયો હતો. બોલ્ટની ઓગણીસમી ઓવરના પ્રથમ બોલ પર હાર્દિક પંડયા અને ચોથા બોલે શાર્દૂલ ઠાકુર આઉટ થયો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close